Home> India
Advertisement
Prev
Next

#VoteDaloDilli: ભાજપના નેતાની એક ટ્વીટથી ખળભળાટ, AAP નેતા સંજય સિંહ ખુશખુશાલ

દિલ્હીમાં વિધાનસભા (Delhi Assembly Elections 2020) ની 70 બેઠકો માટે મતદાન ચાલુ છે. ભાજપ (BJP) ના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે એક એવી ટ્વીટ કરી જેના કારણે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સંજય સિંહ ખુશ થઈ ગયા છે. જો કે તેમની આ ટ્વીટ ભાજપને ગમશે નહીં. 

#VoteDaloDilli: ભાજપના નેતાની એક ટ્વીટથી ખળભળાટ, AAP નેતા સંજય સિંહ ખુશખુશાલ

નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભા (Delhi Assembly Elections 2020) ની 70 બેઠકો માટે મતદાન ચાલુ છે. ભાજપ (BJP) ના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે એક એવી ટ્વીટ કરી જેના કારણે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સંજય સિંહ ખુશ થઈ ગયા છે. જો કે તેમની આ ટ્વીટ ભાજપને ગમશે નહીં. 

fallbacks

સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે ઝાડૂને મારા મત વગર પણ ઘણા મત મળી રહ્યાં છે. મારે બજેટ ગુગલી બાદ ખાસ કરીને ભાજપના કાર્યકરો સાથે ઊભા રહેવું પડશે. સ્વામીની આ ટ્વીટ બાદ આપ નેતા સંજય સિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપના સાંસદે પણ આખરે સ્વીકારી લીધુ કે કેજરીવાલ જ આવશે! આભાર સ્વામીજી!

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. દિલ્હીના 1.47 કરોડ મતદારો આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યાં છે. આ વખતે દિલ્હીના મતદારો પુનરાવર્તન ઈચ્છે છે કે પછી પરિવર્તન એ તો 11મી ફેબ્રુઆરીએ જ ખબર પડશે. દિલ્હીમાં આજે શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ, હોમગાર્ડ સહિત અર્ધસૈનિક દળોના 75000 થી વધુ હથિયારધારી જવાનો ખૂણે ખૂણે તૈનાત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More